હેપા એર પ્યોરિફાયર્સ

કેન્ટ હેપા એર પ્યોરિફાયર્સ હેપા ડસ્ટ કલેક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે પાર્ટિક્યુલેટ મેટર (પીએમ 2.5), ધૂળ, પાલતું જાનવરોની રૂવાંટી, ફોર્મલડિહાઇડ, સિગરેટનો ધુમાડો અને અન્ય પ્રદુષકો જેવા 99.9% પ્રદુષકોને અસરકારક રીતે દૂર કરે છે. હેપા ફિલ્ટર્સની શુદ્ધિકરણની ઉચ્ચ ક્ષમતા રૂમને ત્વરિતપણે શુદ્ધ કરે છે.

અમારા સૌથી વધુ વેચાણ થતા હેપા એર પ્યોરિફાયર્સ

ઓઝોન એર પ્યોરિફાયર્સ

કેન્ટ ઓઝોન એર પ્યોરિફાયર્સ ઓઝોન ડિસઇન્ફેક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મકાનની અંદરની હવાને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. એર પ્યોરિફાયર્સ ઓઝોન પેદા કરે છે, જે શક્તિશાળી ઓક્સિડાઇઝિંગ ઘટક છે અને મકાનની અંદરની હવામાં રહેલા બેક્ટેરિયા, વાયરસ અને અન્ય હાનિકારક સૂક્ષ્મજીવોનો નાશ કરવામાં મદદ કરે છે.

અમારા સૌથી વધુ વેચાણ થતા ઓઝોન એર પ્યોરિફાયર્સ

કેન્ટના એર પ્યોરિફાયર્સ ક્યાંથી ખરીદવા

મકાનની અંદરની હવાને પ્રદુષણ મુક્ત બનાવવા માટે કેન્ટની એર પ્યોરિફાયર પ્રોડક્ટની શ્રેણી ક્રાંતિકારી ‘હેપા એર પ્યોરિફિકેશન’ અને ‘ઓઝોન ડિસઇન્ફેક્શન’ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. અનુકૂળતા માટે દિવાલ પર માઉન્ટ કરી શકાય એવા અથવા ટેબલ મૂકી શકાય એવા રૂમ એર પ્યોરિફાયર મશિનના મોડલ્સ ડિઝાઇન કર્યા છે.

હવાને શુદ્ધ કરતી જાપાનની ટેકનોલોજીની સાથે અમે તમારા ઘર, ઓફિસ અને કારને સ્વસ્થ સ્થળ બનાવવા માટે ભારતમાં શ્રેષ્ઠ એર પ્યોરિફાયર્સ ઓફર કરીએ છીએ. રૂમ એર ક્લિનરની અમારી શ્રેણી ધૂળ, પીએમ 2.5, બેક્ટેરિયા અને અન્ય પ્રદુષકોને 99.9%ની ચોક્કસાઇ સાથે દૂર કરીને મકાનની અંદરની હવાને શુદ્ધ કરે છે. તમે કેન્ટની વેબસાઇટ પરથી ભારતમાં તમારા ઘર માટે શ્રેષ્ઠ એર પ્યોરિફાયર્સ ખરીદી શકો છો, અમે 1999થી વિશ્વસનીય બ્રાન્ડ છીએ.

  • ભારતના નવી દિલ્હી, બેંગાલુરુ, મુંબઈ, ગુડગાંવ વગેરે જેવા સૌથી વધુ પ્રદુષણ ધરાવતા શહેરો માટે અસરકારક છે.
  • સીઇ પ્રમાણતા ધરાવતા ઉચ્ચ કાર્યક્ષમતા અને ઓછી જાળવણીના હોમ એર ક્લિનર.
  • ધુમ્મસ, વાવાઝોડા, બાંધકામની સાઇટ્સ, તહેવારો, શિયાળા વગેરે દરમિયાન હવાને શુદ્ધ કરે છે.
  • એર ક્લિનર્સને “કેવી રીતે” અંગે જાણવા માટે અમારી એર પ્યોરિફાયર ખરીદવાની માર્ગદર્શિકાને વાંચો.

કેન્ટ એર પ્યોરિફાયર્સ દ્વારા દૂર થતા હવાના પ્રદુષકો

પીએમ 2.5

પાર્ટિક્યુલેટ મેટર (પીએમ) 2.5 હવામાં તરતા સૂક્ષ્મ કણો છે, જેનો વ્યાસ 2.5 માઇક્રોમીટર અથવા તેના કરતા પણ ઓછો હોય છે. આ કણો માનવીની આંખોથી જોઇ શકાતા નથી અને તે માનવીના ફેફંસામાં સીધા પ્રવેશે છે, જેનાથી આંખો અને ગળામાં બળતરા, ઉધરસ અને શ્વાસ ચડવો, ફેફસાની કામગીરી ઘટવી, હૃદયના અનિયમિત ધબકારા, અસ્થમા જેવી સમસ્યાઓ અને હાર્ટ એટેક પણ આવી શકે છે.

ઘર માટેના કેન્ટ એર પ્યોરિફાયર્સ હાઇ-એફિશિઅન્સી પર્ટિક્યુલેટ એરેસ્ટર (હેપા) ફિલ્ટરના હવાને શુદ્ધ કરતા તબક્કા મારફતે પીએમ 2.5 દૂર કરીને શ્વાસોશ્વાસની હવા પૂરી પાડે છે. આ ફિલ્ટર 99.9 ટકાની કાર્યક્ષમતા સાથે પર્ટિક્યુલેટ મેટર 2.5 અથવા 0.3 માઇક્રોન સુધીના સૂક્ષ્મ કણોને ઝીલે છે.

ધૂળ

ધૂળ બાંધકામની સાઇટ્સ, બાગકામ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, કુદરતી ખડકો, રેતી, જમીનના ધોવાણ વગેરે મારફતે સર્જાતું હવાનું સામાન્ય પ્રદુષણ છે. હવામાં રહેલી ધૂળ નાક અને ગળામાં બળતરા, ઉધરસ અને શ્વાસ ચડવો, ફેફસાની કામગીરીમાં અંતરાય, હૃદયના અનિયમિત ધબકારા, અસ્થમા અને અન્ય રોગ માટેનાં મુખ્ય કારણો પૈકીનું એક છે.

કેન્ટે બહુવિધ તબક્કે ધૂળના કણોને દૂર કરવા ભારત માટે એર પ્યોરિફાયર્સ ડિઝાઇન કર્યા છે, જેમાં ધૂળના કણો પ્રિ-ફિલ્ટર તબક્કે ખેંચાઇ છે અને ધૂળના સૂક્ષ્મ કણો હેપા ફિલ્ટરના તબક્કે ખેંચાઇ જાય છે, જે તાજી અને શુદ્ધ હવા આપે છે.

પાલતું પ્રાણીઓની વાળ

પાલતું પ્રાણીઓના ભીંગડા, વાળ, કૂતરાઓની ખરેલી ત્વચાના સૂક્ષ્મ ટુકડા, તેમના પરસેવા, લાળ મારફતે એલર્જી કરતા પ્રોટીન વગેરે જે ઘરોમાં પાલતું પ્રાણી હોય ત્યાં મળી આવતા હવાના સામાન્ય પ્રદુષકો છે. આ પરિવારના નાદુરસ્ત સભ્યોમાં એલર્જિક રિએક્શન ઉત્તેજિત કરે છે, તે અસ્થમા, ઉધરસ અને છીંકો આવવી, ચક્કર આવવા, આળસ, આંખોમાં પાણી, શ્વાસ ચડવો, પાચનતંત્રની તકલીફો અને અન્ય ઘણી સમસ્યાઓ કરે છે.

દરેક લોકોને સ્વસ્થ જીવન આપવા માટે કેન્ટ એર ક્લિનર્સનું નિર્માણ કરે છે, જે પાલતું પ્રાણીમાંથી નીકળતા હવાના પ્રદુષકોને દૂર કરે છે અને સ્વચ્છ હવા આપે છે. બહુવિધ શુદ્ધિકરણ દરમિયાન પ્રિ-ફિલ્ટર પ્રાણીના વાળ અને અન્ય પ્રદુષક પદાર્થોને ખેંચે છે, જ્યારે એન્ટિ-બેક્ટેરિઅલ કોટિંગ હવામાંથી તમામ બેક્ટેરિયા અને વાઇરસને નિષ્ક્રિય બનાવે છે.

સિગરેટનો ધુમાડો

સિગરેટના ધુમાડામાં હવાના પ્રદુષકોના બે વર્ગો – ખુલ્લી આંખે જોઇ શકાતા અને ધુમાડા તરીકે ઓળખાતા પીએમ 2.5 કણો અને કાર્બન મોનોક્સાઇડ તથા બેન્ઝિન જેવા જોઇ ન શકાય એવા કણો સામેલ હોય છે. સિગરેટનો ધુમાડો (પ્રત્યક્ષ અથવા પરોક્ષ) સીધો માનવીના ફેફસાંને નુકસાન કરે છે, જેને લીધે ઉધરસ, શ્વાસ ચડવો, હૃદયના અનિયમિત ધબકારા, અસ્થમા, કેન્સર અને અન્ય ઘણા રોગો થાય છે.

કેન્ટે ઘરના વપરાશ માટે ભારતમાં શ્રેષ્ઠ એર પ્યોરિફાયર ડિઝાઇન કર્યું છે, જે કાર્બન ફિલ્ટરના તબક્કે જોઇ ન શકાય એવા વાયુઓ (સિગરેટની વાસ)ને અને હેપા ફિલ્ટરના તબક્કે જોઇ શકાય એવા ધુમાડા (પીએમ 2.5)ને ખેંચીને સિગરેટના ધુમાડાને શુદ્ધ કરે છે અને તમને તથા તમારા પરિવારને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા આપે છે.

રાંધતી વખતે નીકળતો ધુમાડો

રાંધતી વખતે નીકળતો ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પાદિત કરે છે, તેની આડ અસરો કોઇ પણ નકામી સામગ્રીને બાળવાથી થતી અસરને સમાન હોય છે. અયોગ્ય વેન્ટિલેશન (હવાની અવરજવર) પ્રણાલી ધરાવતા ઘરોમાં રાંધતી વખતે નીકળતો ધુમાડો શ્વસનતંત્રને લગતી આરોગ્યની પ્રાથમિક સમસ્યાઓ કરે છે, જેને લીધે છીંક આવવી, ઉધરસ, હૃદયના અનિયમિત ધબકારા, અસ્થમા અને અન્ય ઘણી સમસ્યાઓ થાય છે.

કેન્ટ એર પ્યોરિફાયર મશીન્સ ઓફર કરે છે, જે રસોડામાં દૈનિક ધોરણે રાંધતી વખતે નીકળતા હાનિકારક વાયુને શોષે છે. આ વાયુ હવાની શુદ્ધિકરણની પ્રક્રિયાના સક્રિય કાર્બન ફિલ્ટરના તબક્કે શુદ્ધ થાય છે.

રંગોના વાયુ

રંગોના વાયુનું પ્રદુષણ ઘરમાં વાઇટવોશ દરમિયાન અથવા ઘરમાં નવા ખરીદેલા ફર્નિયર વખતે અનુભવી શકાય છે. રંગો એવા રસાયણો ધરાવે છે, જે હવામાં વાયુ મુક્ત કરે છે, જેને તેની દુર્ગંધથી ઓળખી શકાય છે. રંગમાંથી નીકળતા વાયુ બાળકો, વયોવૃદ્ધ લોકો અને શ્વસનતંત્રના રોગો ધરાવતા લોકોને એલર્જી, અસ્થમાની રિએક્શન, માથાનો દુઃખાવો, ત્વચા પર બળતરા વગેરેની સમસ્યા કરી શકે છે.

કેન્ટે ઓછી જાળવણી ધરાવતા એર પ્યોરિફાયર ડિઝાઇન કર્યા છે, જે હવાની શુદ્ધિકરણના બીજા તબક્કા દરમિયાન રંગોમાંથી નીકળતા હાનિકારક વાયુને દૂર કરે છે, આ પ્રક્રિયામાં સક્રિય કાર્બન/ કેટાલિક કાર્બન એબ્સોર્બન્ટ ફિલ્ટર રંગોમાંથી નીકળતા વાયુને હવામાંથી શોષે છે અને પાછી તાજી હવા મુક્ત કરે છે.

બેક્ટેરિયા અને વાયરસ

બેક્ટેરિયા અને વાયરસ જોઇ ન શકાય એવા સૂક્ષ્મજીવો છે, જેમનું વહન કોઇ વ્યક્તિ જ્યારે ઉધરસ અથવા છીંક ખાય ત્યારે હવામાં થાય છે, જે ચેપી રોગો કરી શકે છે. તે ઉધરસ, શરદી, ઇન્ફ્લુએન્ઝા તેમ જ ઘણી ગંભીર બિમારી જેવા સામાન્ય અસંખ્ય રોગ કરી શકે છે.

કેન્ટે હવામાંથી કિટાણું દૂર કરી શકતા એર પ્યોરિફાઇંગ મશીન્સ ડિઝાઇન કર્યા છે. એર પ્યોરિફાયર્સમાં એન્ટિ-બેક્ટેરિઅલ કોટિંગ હવામાં રહેલા બેક્ટેરિયા અને વાઇરસને ખેંચે છે અને સુરક્ષિત હવા બહાર ફેંકે છે.

દુર્ગંધ

અણગમતી દુર્ગંધ અને ગંદી વાસ વિવિધ રસાયણોની પ્રક્રિયા, ઔદ્યોગિક અને કૃષિજન્ય પ્રવૃત્તિઓ અને સડનની પ્રક્રિયાઓને લીધે સર્જાય છે. ગંદી વાસ નાકમાં બળતરા, માથાનો દુઃખાવો થાય છે, છીંકો આવે છે અને પ્રતિકૂળતા કરે છે.

કેન્ટના ઘર માટે હવા શુદ્ધ કરતા મશીનો હવામાંથી દુર્ગંધ દૂર કરવાની શક્તિશાળી કાર્યપ્રણાલી ધરાવે છે. જ્યારે હવા સક્રિય કાર્બન ફિલ્ટર મારફતે પસાર થાય છે ત્યારે વાયુ/વાસ ખેંચાય છે અને માત્ર તાજી હવા વાતાવરણમાં પાછી મુક્ત થાય છે.